વિક્સિત ભારત 2047 વિશે માહિતી મેળવવા માટે WhatsApp ચેનલને અનુસરો: વોઇસ ઓફ યુથ
विकसित भारत@2047: युवाओं की आवाज के बारे में जानकारी प्राप्त करने के लिए व्हाट्सएप चैनल को फॉलो करें ।
હમણાં જ ફૉલો કરોવિકસિત ભારત@2047
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી ધર્મેન્દ્ર પ્રધાનજી, દેશભરમાંથી આપણી સાથે જોડાયેલા રાજ્યપાલો, શિક્ષણ જગતની જાણીતી હસ્તીઓ, દેવીઓ અને સજ્જનો!
આજનો દિવસ વિકસિત ભારતના સંકલ્પોની બાબતમાં ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. હું ખાસ કરીને તમામ રાજ્યપાલોને ખૂબ-ખૂબ અભિનંદન આપવા માંગુ છું કે તેમણે વિકસિત ભારતના નિર્માણ સાથે સંબંધિત આ કાર્યશાળાની વ્યવસ્થા કરી છે. તમે એક મંચ પર એવા મિત્રોને લાવ્યા છો જેમના પર દેશની યુવા શક્તિને દિશા આપવાની જવાબદારી છે. શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા વ્યક્તિનો વિકાસ કરવાની છે, અને ફક્ત વ્યક્તિના વિકાસ દ્વારા, રાષ્ટ્રનું નિર્માણ થાય છે. અને આજે જે સમયગાળામાં ભારત છે તેમાં વ્યક્તિત્વ નિર્માણનું અભિયાન અત્યંત મહત્વનું બની ગયું છે. હું તમને વોઇસ ઓફ યુથ વર્કશોપની સફળતા માટે શુભેચ્છા પાઠવું છું.
મિત્રો,
ઇતિહાસ દરેક દેશને એક સમયગાળો આપે છે જ્યારે તે તેની વિકાસ યાત્રાને અનેકગણી આગળ ધપાવે છે. એક રીતે જોવા જઈએ તો આ તે દેશનો સુવર્ણયુગ (અમૃતકાળ) છે. ભારત માટે આ સુવર્ણયુગ (અમૃતકાલ) છે. ભારતના ઇતિહાસનો આ સમયગાળો છે જ્યારે દેશ મોટો કૂદકો મારવા જઈ રહ્યો છે. આપણી આસપાસ આવા અનેક દેશોનાં ઉદાહરણ છે, જેમણે ચોક્કસ સમયમાં આવી જ માત્રામાં છલાંગ લગાવીને પોતાનો વિકાસ કર્યો છે. એટલે જ હું કહું છું; ભારત માટે પણ આ જ યોગ્ય સમય છે. આપણે આ સુવર્ણયુગની દરેક પળનો લાભ લેવાનો છે; આપણે એક ક્ષણ પણ વેડફવી ન જોઈએ.
શ્રેષ્ઠ આઈડિયાઝ માટે પુરસ્કારો
આ 5 વિષયોના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ આઈડિયાઝને 3 ઇનામો આપવામાં આવશે.
પ્રથમ ઇનામ : રૂ. 5 લાખ
બીજું ઇનામ : રૂ. 3 લાખ
ત્રીજું ઇનામ : રૂ. 2 લાખ