રોબોટિક્સ પર નેશનલ સ્ટ્રેટજીનો ડ્રાફ્ટ

વિશે

રોબોટિક્સ પર નેશનલ સ્ટ્રેટેજીના ડ્રાફ્ટ નો ઉદ્દેશ 2030 સુધીમાં ભારતને રોબોટિક્સમાં વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવાનો છે, જેથી તેની પરિવર્તનકારી ક્ષમતાઓને વાસ્તવિક સ્વરૂપ આપી શકાય. તે મેક ઇન ઇન્ડિયા 2.0 પર પણ કામ કરે છે, જેણે વૈશ્વિક વેલ્યુ ચેઇનમાં ભારતના સંકલનને વધારવા માટે 27 પેટા ક્ષેત્રોમાં રોબોટિક્સની ઓળખ કરી છે.

આ સ્ટ્રેટેજી રોબોટિક ટેકનોલોજીના ઇનોવેશન સાયકલમાં તમામ આધાર સ્તંભોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, સાથે સાથે આ હસ્તક્ષેપોના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે એક મજબૂત સંસ્થાકીય માળખું પણ પ્રદાન કરે છે. ભારતમાં આ રોબોટિક ટેકનોલોજીના ઇનોવેશન, વિકાસ, તૈનાતી અને અપનાવવા માટે તમામ સંબંધિત હિતધારકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમનો અભિગમ અપનાવવામાં આવ્યો છે.

MeitY રોબોટિક્સ પર નેશનલ સ્ટ્રેટેજીના ડ્રાફ્ટ પર જાહેર ટિપ્પણીઓ આમંત્રિત કરી રહી છે.

ટાઈમલાઈન/સમયરેખા

પ્રારંભ તારીખ: 4 સપ્ટેમ્બર 2023
સમાપ્તિ તારીખ: 31 ઓક્ટોબર, 2023

રોબોટિક્સ પર નેશનલ સ્ટ્રેટેજીનો ડ્રાફ્ટ જોવા માટે કરો રોબોટિક્સ પર નેશનલ સ્ટ્રેટેજીનો ડ્રાફ્ટ જોવા માટે.