બેકગ્રાઉન્ડ
સ્વચ્છ ભારત મિશન – અર્બન 2.0 સ્વચ્છ શૌચાલય ચેલેન્જની પ્રથમ આવૃત્તિ પ્રસ્તુત કરે છે!
છેલ્લા નવ વર્ષમાં સ્વચ્છ ભારત મિશને દેશના સ્વચ્છતાના લેન્ડસ્કેપને બદલી નાખ્યું છે. સ્વચ્છ ભારત મિશન (અર્બન) 2.0 સાથે, હવે પ્રાપ્ત થયેલા સ્વચ્છતા પરિણામોને જાળવી રાખવા અને પેદા થયેલી ગતિને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
સમગ્ર ભારતમાં શૌચાલયોમાં હવે સ્માર્ટ ટેકનોલોજી, કાર્યદક્ષ કામગીરી અને જાળવણી, મહિલાઓ માટે વધારાની સુરક્ષા સુવિધાઓ, સીટી/પીટીની ભૂપ્રદેશ-વિશિષ્ટ ડિઝાઇન વગેરેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી ગુણવત્તાયુક્ત સ્વચ્છતા સેવાઓ સંપૂર્ણ પણે સુલભ થઈ શકે. સમગ્ર શહેરી ભારતમાં નાગરિકો માટે 63 લાખથી વધુ વ્યક્તિઓ અને 6 લાખથી વધુ સમુદાય/જાહેર શૌચાલયો અને યુરિનલ્સ છે અને તેમની જાળવણી સુનિશ્ચિત કરવી એ સતત ચાલતી કવાયત છે.
માનનીય કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયનાં મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ 17 નવેમ્બર, 2023નાં રોજ શરૂ કરેલું સ્વચ્છ શૌચાલય અભિયાન પાંચ અઠવાડિયા સુધી ચાલનારું સ્વચ્છતા અને જાળવણી અભિયાન છે, જેનો ઉદ્દેશ સમગ્ર ભારતમાં સરકારી અને સામુદાયિક શૌચાલયોની કામગીરી અને જાળવણીમાં સુધારો કરવાનો છે. આ અભિયાનની શરૂઆત વિશ્વ શૌચાલય દિવસ (19 નવેમ્બર) થી 25 ડિસેમ્બર 2023 ના રોજ સુશાસન દિવસ સુધી થઈ છે. આ અભિયાનમાં તમામ શૌચાલયોમાં સ્વચ્છતા અને જાળવણી અભિયાન ઉપરાંત એક ચેલેન્જ એલિમેન્ટ પણ છે.
ક્લિન ટોઈલેટ ચેલેન્જનો ઉદ્દેશ અપવાદરૂપ જાહેર શૌચાલયોને ઓળખવાનો છે, જે સ્વચ્છતા, સુલભતા, ડિઝાઇનમાં નવીનતા તેમજ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડે છે. આ ચેલેન્જના માધ્યમથી મિશન ફેસ (ફંક્શનલ, એક્સેસિબલ, ક્લીન, ઇકો-ફ્રેન્ડલી, સેફ)ના માપદંડો અનુસાર અસાધારણપણે સારી રીતે જાળવાયેલા સરકારી અને સામુદાયિક શૌચાલયોની ઓળખ કરશે.
કોણ અરજી કરી શકે?
- શહેરી સ્થાનિક એકમો/શહેરો
- પેરાસ્ટેટલ બોડીઝ
- અન્ય કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો.
- ખાનગી ઓપરેટરો, NGOs, SHGs, નાગરિક જૂથો
અરજી કરવાની અંતિમ તારીખ?
FACESના પરિમાણોનું પાલન કરતા શૌચાલયો માટેનું નામાંકન ફોર્મ 25 ડિસેમ્બર 2023 સુધી લાઈવ છે.
મૂલ્યાંકનના માપદંડ?
તમામ નામાંકિત શૌચાલયોનું મૂલ્યાંકન ફેસ (ફંક્શનલ, એક્સેસિબલ, ક્લીન, ઇકો-ફ્રેન્ડલી, સેફ)ના માપદંડોને આધારે કરવામાં આવશે. 25મી ડિસેમ્બર, 2023 ના રોજ નામાંકન પૂર્ણ થયા પછી, MoHUAના નિષ્ણાતો અને અધિકારીઓની સ્વતંત્ર જ્યુરી નામાંકિત શૌચાલય મોડેલોનું સંપૂર્ણ મૂલ્યાંકન કરશે. પસંદગી પ્રક્રિયામાં જૂરી સભ્યો સાથે શોર્ટલિસ્ટ કરેલી રજૂઆતોના ઇન્ટરવ્યુ રાઉન્ડનો પણ સમાવેશ થઈ શકે છે.
સન્માન અને પુરસ્કારો:
સ્વચ્છ શૌચાલયો ચેલેન્જ મારફતે MoHUA એ દ્વારા પસંદ કરવામાં આવેલા શ્રેષ્ઠ મોડલ શૌચાલયોને ગુણવત્તાની સ્વચ્છ ભારત સાર્વજનિક શૌચાલય ગુણવત્તાના થપ્પા(સીલ)થી નવાજવામાં આવશે, જે તેમની સ્વચ્છતાની સુવિધાઓને અન્ય લોકો માટે પુનરાવર્તન કરવા અને તેમાંથી શીખવા માટેનાં માપદંડો તરીકે ઓળખશે.