એગ્રી ઇન્ડિયા હેકેથોન સંવાદો બનાવવા અને કૃષિમાં નવીનતાઓને વેગ આપવા માટે સૌથી મોટી વર્ચ્યુઅલ સભા છે. એગ્રી ઇન્ડિયા હેકેથોનનું આયોજન પુસા કૃષિ, ICAR – ઇન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IARI), ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (ICAR) અને કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે.
'આત્મનિર્ભર ટોયિસ ઇનોવેશન ચેલેન્જ' તમને ભારતીય પરંપરા અને સંસ્કૃતિથી પ્રેરિત એક આકર્ષક રમકડા આધારિત રમત બનાવવા અને ભાગ લેવા માટે આવકારે છે. રમકડાં અને રમતો હંમેશાં નાના બાળકોને સમાજમાં જીવન અને મૂલ્યો વિશે તાલીમ આપવાનું એક આનંદપ્રદ સાધન રહ્યું છે.
ડ્રગ ડિસ્કવરી હેકેથોન 2020 (DDH2020) પ્લેટફોર્મ તે તમામ લોકોનું સ્વાગત કરે છે જેઓ કોવિડ -19 સામે ઓપન સોર્સ ડ્રગ ડિસ્કવરી હેકાથોનમાં જોડાવા માંગે છે. DDH2020 AICTE, CSIRની સંયુક્ત પહેલ છે અને તેને ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની ઓફિસ, NIC અને માયગવ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે.
આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક એવા શિક્ષણ તંત્રની કલ્પના કરે છે, જે ભારતીય લોકાચારના મૂળમાં રહેલી છે, જે બધાને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડીને અને તે રીતે ભારતને વૈશ્વિક જ્ઞાન મહાસત્તા બનાવીને એક સમાન અને જીવંત જ્ઞાન સમાજમાં રૂપાંતરિત કરવામાં સીધું યોગદાન આપે છે.
મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિના બે વર્ષના સ્મરણાહુતિના ભાગરૂપે શિક્ષણ મંત્રાલયનાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા શાળાનાં બાળકો માટે ઓનલાઇન ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાની મુખ્ય થીમ લેબરની ગરિમા અને એક ભારત શ્રેષ્ઠ ભારત છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP), 2020 ને કેન્દ્રીય કેબિનેટ દ્વારા 29 જુલાઈ 2020 ના રોજ મંજૂરી આપવામાં આવી છે. એનઈપી 2020 21મી સદીની પ્રથમ શિક્ષણ નીતિ છે, જેનો ઉદ્દેશ આપણા દેશની અનેક વધતી વિકાસલક્ષી જરૂરિયાતોને પહોંચી વળવાનો છે અને તે સાતત્યપૂર્ણ વિકાસ માટે 2030ના એજન્ડા સાથે જોડાયેલી છે.