Short Video Competition on Implementation of NEP 2020 - NEP Ki Samajh

પ્રતિયોગિતા વિશે:

રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાહેરાત 29 મી જુલાઈ, 2020ના રોજ કરવામાં આવી હતી. આ પ્રતિયોગિતાનું આયોજન યુવાનોને NEP સાથે તેમના અનુભવો વિશે ટૂંકી વીડિયો બનાવવા અને સબમિટ કરવા માટે તેમની સર્જનાત્મકતા ઉજાગર કરવા પ્રોત્સાહિત કરવાના હેતુથી કરવામાં આવ્યું છે. આ પ્રતિયોગિતાનો હેતુ ભારતના યુવાનોને NEP દ્વારા આપવામાં આવેલા લર્નિંગ સોલ્યુશન્સની વિપુલતાનો લાભ લેવા પ્રેરિત કરવાનો પણ છે.

માયગવ ના સહયોગથી શિક્ષણ મંત્રાલય આયોજન કરી રહ્યું છે NEP 2020 ના અમલીકરણ પર ટૂંકી વિડીયો સ્પર્ધા જે આ વિષય પર યુવાનોમાં NEP ના વિદ્યાર્થી કેન્દ્રિત પાસાઓ વિશે જાગૃતિ ફેલાવશે NEP કી સમજ/ અંગે સમજ”.

સહભાગીઓએ નીચે આપેલા પ્રશ્નોના 1, અથવા 2 અથવા 3 માં જવાબ આપવાના રહેશે. સહભાગીએ દરેક પ્રશ્ન માટે અલગ શોર્ટ વીડિયો એન્ટ્રી સબમિટ કરવી આવશ્યક છે. દરેક શોર્ટ વીડિયોની લંબાઈ 45-60 સેકન્ડની વચ્ચે હોવી જોઈએ.

કૃપા કરીને પ્રશ્નોના જવાબ આપવા માટે અહીં ક્લિક કરો.

શોર્ટ વીડિયો પ્રતિયોગિતાનો હેતુ :

 1. 18-23 વર્ષની વયના યુવાનોને જોડવા અને NEPના વિદ્યાર્થી કેન્દ્રિત ઘટકો વિશે જાગૃતિ ફેલાવવી.
 2. ભવિષ્યમાં NEP જાગૃતિ/ અમલીકરણ અભિયાનોમાં પ્રચાર સામગ્રી તરીકે ઉપયોગ કરવા માટે વાસ્તવિક જીવન, અનુરૂપ ઓડિયો/વીડિયો બાઇટ્સ તૈયાર કરવા.

યાદ રાખવાના મુદ્દાઓ:

 • આ પ્રતિયોગિતા માત્ર ભારતીય નાગરિકો માટે ખુલ્લી છે
 • પ્રતિયોગિતા 18-23 વર્ષની વયના તમામ યુવાનો માટે ખુલ્લી છે
 • 11 પ્રશ્નો પૈકી ઓછામાં ઓછા 1 અથવા મહત્તમ 3 નો જવાબ આપો
 • દરેક એન્ટ્રી ફોર્મ સબમિશનમાં ઓછામાં ઓછો 1 શોર્ટ વીડિયો અથવા મહત્તમ 3 શોર્ટ વીડિયો હોવા જોઈએ.
 • દરેક પ્રશ્નનો જવાબ 45 60 સેકન્ડના શોર્ટ વીડિયોના સ્વરૂપમાં હોવો જોઈએ.
 • સહભાગી YouTube (અનલિસ્ટેડ લિંક), Google Drive, Dropbox, વગેરે દ્વારા તેમની એન્ટ્રી સબમિટ કરી શકે છે, અને ખાતરી કરો કે લિંક ઍક્સેસિબલ હોય. જો ઍક્સેસ મંજૂર કરવામાં આવેલ નહીં હોય તો એન્ટ્રી આપોઆપ અયોગ્ય બની જશે.

સમયરેખા:

પ્રારંભ તારીખ 15 મી જૂન 2023
અંતિમ તારીખ 14th July 2023

પુરસ્કારો:

શ્રેષ્ઠ 10 એન્ટ્રીને રૂ. 3000/-ના રોકડ પુરસ્કાર સાથે પુરસ્કૃત કરવામાં આવશે.

નિયમો અને શરતો:

 • આ પ્રતિયોગિતા સમગ્ર ભારતમાં 18-23 વર્ષની વયના યુવાનો માટે ખુલ્લી છે.
 • સહભાગીઓ તેમના માયગવ પ્રોફાઇલ સચોટ અને અપડેટ હોય તેની ખાતરી કરે કારણ કે આ પ્રોફાઇલ વધુ સંચાર માટે ઉપયોગ કરવામાં આવશે. તેમાં નામ, ફોટો, સંપૂર્ણ પોસ્ટલ સરનામું, ઇમેઇલ આઇડી, અને ફોન નંબર, રાજ્ય જેવી વિગતો શામેલ છે. અપૂર્ણ પ્રોફાઇલ્સ વાળી એન્ટ્રીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
 • એકવાર એન્ટ્રી સબમિટ થયા બાદ, કૉપિરાઇટ્સ માત્ર શિક્ષણ મંત્રાલય પાસે રહેશે.
 • સહભાગીઓને જો વિજેતા તરીકે માનવામાં આવે તો, પુરાવાની ઓળખ માટે પૂછવામાં આવશે.
 • દરેક પ્રશ્નનો જવાબ 45- 60 સેકન્ડના શોર્ટ વીડિયોના સ્વરૂપમાં આપવો.
 • એન્ટ્રીમાં કોઈ ઉશ્કેરણીજનક, વાંધાજનક, અથવા અયોગ્ય સામગ્રી શામેલ ન હોવી જોઈએ.
 • સહભાગી અને પ્રોફાઇલ ઓનર સમાન હોવા જોઈએ. મિસમેચને કારણે ગેરલાયક ઠેરવવામાં આવશે.
 • મોબાઇલ કેમેરામાં પણ વીડિયો શૂટ કરી શકાય છે. કૃપા કરીને ખાતરી કરો કે વીડિયો હોરિઝોન્ટલ ફોર્મેટમાં 16: 9 રેશિયોમાં સારી ગુણવત્તાનો છે. વર્ટિકલ ફોર્મેટનો ઉપયોગ કરીને શૂટ કરેલા વીડિયો સ્વીકારવામાં આવશે નહીં.
 • સબમિટ કરેલી એન્ટ્રી મૂળભૂત હોવી જોઈએ અને કોપી કરેલી એન્ટ્રી કે ચોરી કરેલી એન્ટ્રીને પ્રતિયોગિતામાં માન્ય ગણવામાં આવશે નહીં.
 • સબમિટ કરેલી એન્ટ્રી કોઈ પણ તૃતીય પક્ષના બૌદ્ધિક સંપદા અધિકારોનું ઉલ્લંઘન કરતી નથી.
 • તમામ એન્ટ્રીઓ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને UGCની બૌદ્ધિક સંપદા હશે. સહભાગીઓ ભવિષ્યમાં કોઈ અધિકારનો ઉપયોગ કરશે નહીં અથવા તેના પર દાવો કરશે નહીં.
 • આયોજક કોઈ પણ સમયે, પ્રતિયોગિતા/માર્ગદર્શિકા/મૂલ્યાંકન માપદંડ વગેરેના તમામ અથવા કોઈપણ ભાગને રદ કરવા અથવા તેમાં સુધારો કરવાનો અધિકાર અનામત રાખે છે.
 • શોર્ટ વીડિયો સબમિશનનો ઉપયોગ શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર અને UGC/AICTE દ્વારા પ્રમોશનલ/અથવા માહિતી, શિક્ષણ અને સંચાર સામગ્રી પ્રદર્શિત કરવા માટે અને યોગ્ય લાગે તેવા અન્ય ઉપયોગ માટે કરી શકાય છે.
 • MoE/UGC/AICTE એન્ટ્રી/વીડિયો પર સંપૂર્ણ અધિકારો અને નિયંત્રણો ધરાવશે જેમાં જાહેર વપરાશ માટે તેનો ઉપયોગ શામેલ છે.
 • એન્ટ્રી સબમિટ કર્યા પછી, એન્ટ્રી કરનાર આ ઉલ્લેખિત નિયમો અને શરતો સ્વીકારે છે અને તેને બંધન માટે સંમત થાય છે.
 • વીડિયોનું ફોર્મેટ .mov/mp4 ફોર્મેટમાં હોવું જોઈએ.
 • માર્ગદર્શિકાઓ સાથે અસુસંગતતા સહભાગીઓને ગેરલાયક ઠેરવશે.